+

નરાધમના આવા છે કારનામા, અમરેલીની શાળામાં 11 વર્ષના બાળક સાથે ઘૃણાસ્પદ કૃત્ય કરનારો આચાર્ય ઝડપાયો

અમરેલીઃ બાબરા તાલુકામાં ગુરુ-શિષ્યની પવિત્ર પરંપરાને કલંકિત કરતી ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે. એક ખાનગી શાળાના આચાર્ય પર 11 વર્ષના વિદ્યાર્થી સાથે અશ્લીલતા અને છેડતીનો આરોપ લાગ્યો છે. આરો

અમરેલીઃ બાબરા તાલુકામાં ગુરુ-શિષ્યની પવિત્ર પરંપરાને કલંકિત કરતી ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે. એક ખાનગી શાળાના આચાર્ય પર 11 વર્ષના વિદ્યાર્થી સાથે અશ્લીલતા અને છેડતીનો આરોપ લાગ્યો છે. આરોપીની ઓળખ શૈલેષ ખૂંટ તરીકે થઈ છે.તે બાળકને હોમવર્ક ન આપવાનું વચન આપીને લલચાવીને તેની સાથે ઘૃણાસ્પદ કૃત્યો કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ શરમજનક ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિત બાળકે શાળાએ જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તે તેના માતા-પિતા સામે રડવા લાગ્યો. બાળકની માતાએ પોલીસને જણાવ્યું કે તેનો પુત્ર 2024 થી બાબરા તાલુકાની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. તેના ગામના લગભગ 35 બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. થોડા દિવસ પહેલા, શાળાએ જતા પહેલા તે માતાપિતા સામે રડવા લાગ્યો હતો. 

બાદમાં તેને જણાવ્યું કે શાળાના આચાર્ય શૈલેષ ખૂંટ છેલ્લા એક વર્ષથી તેની સાથે અશ્લીલ કૃત્યો કરી છે. પોલીસને આપેલા નિવેદનમાં ખુલાસો કર્યો કે આરોપી તેને એકલો બોલાવતો હતો. તે તેને શાળાની પાછળ, છત પર અને જૂના બાથરૂમમાં લઈ જતો હતો અને તેના શરીર પર અત્યાચાર કરતો હતો. એટલું જ નહીં, તે બાળકના ગુપ્ત ભાગોને સ્પર્શ કરીને ચુંબન કરતો હતો.

તેણે બાળકને ધમકી આપી હતી કે તે ચૂપ રહે. ઘરમાં આ વાતો કોઈને પણ ન કરે, અને તને હોમવર્ક પણ નહીં આપું. આ ડરને કારણે માસૂમ બાળક લાંબા સમય સુધી ચૂપ રહ્યો હતો. પરંતુ હિંમત કરીને તેને આ વાત માતા-પિતાને કહી જ દીધી. પીડિત બાળકની ફરિયાદને આધારે, તેની માતાએ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી આચાર્ય વિરુદ્ધ BNS અને POCSO એક્ટની કલમ 8 અને 10 હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આચાર્યની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આવી કોઈ ઘટના અન્ય બાળકો સાથે પણ બની છે કે કેમ ?? આ ઘટનાથી વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે.

facebook twitter