+

સાણંદ પાસે સ્કૂલવાન પલટી જતા 10 બાળકો ઇજાગ્રસ્ત થયા

સાણંદ: સાણંદ-બગોદરા હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાણંદના નવાગામ પાસે એક સ્કૂલવાન બેકાબૂ થઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી

સાણંદ: સાણંદ-બગોદરા હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાણંદના નવાગામ પાસે એક સ્કૂલવાન બેકાબૂ થઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વાનમાં સવાર બાળકોને ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.  

હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને કારણે વાલીઓમાં ચિંતાનો માહોલ છે, અનેક વાલીઓ અહીં પહોંચી ગયા હતા અને પોતાના બાળકોને ઘરે લઇ ગયા હતા.

facebook twitter