+

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, 24 કલાકમાં 198 તાલુકાઓમાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. બંદરો પર એલસી 3 નંબ

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. બંદરો પર એલસી 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ડોલવણમાં સૌથી વધુ 6.6 ઇંચ, બારડોલીમાં 5.31 ઇંચ, વાલોડમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો.

લુણાવાડામાં 4.45. ઇંચ, કડાણામાં 4.41 ઇંચ, સોનગઢમાં 4.37 ઇંચ, ધનસુરામાં 4.37 ઇંચ, ગણદેવીમાં 4.21 ઇંચ, ખેરગામમાં 3.94 ઇંચ, ધરમપુરમાં 3,78 ઇંચ,  કામરેજમાં 3.70 ઇંચ, ધનપુરમાં 3.70 ઇંચ, વ્યારામાં 3.62 ઇંચ, ઉમરપાડામાં 3.50 ઇંચ, નડીયાદમાં 3.43 ઇંચ વરસાદ પડ્યો હતો.

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડી શકે છે. પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ તથા અમદાવાદ સહિત બાકીના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે.
 
કાલે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટની આગાહી છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટની આગાહી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે.
 
ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા 12 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, તેથી નદી કિનારાના લોકોએ સાવચેત રહેવા જણાવાયું છે. નર્મદા નદીનું જળસ્તર પણ ભયજનક સપાટી વટાવી ગયું છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ પાસે નદી 24 ફૂટની ભયજનક સપાટીએ પહોંચી હતી. તંત્રએ નદી કાંઠાના ગામોને એલર્ટ કર્યા હતા.

facebook twitter