+

પાવાગઢમાં રોપ વે તૂટી પડતા 6 લોકોનાં મોત, પર્યટકોમાં ડરનો માહોલ

પંચમહાલઃ પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે માલવાહક રોપવે તૂટી પડતા 6 લોકોનાં મોત થયા છે. રોપ વેનો તાર તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઇ છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 લો

પંચમહાલઃ પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે માલવાહક રોપવે તૂટી પડતા 6 લોકોનાં મોત થયા છે. રોપ વેનો તાર તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઇ છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 લોકોનો સમાવેશ થાય છે.આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

પાવાગઢ પર્વત ઉપર સામાન લઈ જતી વખતે રોપ વેનો તાર તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઇ છે. નિજ મંદિર સુધી બાંધકામની સાધન સામગ્રી લઈ જવા માટે આ રોપવેનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યાં છે.

આ રોપ વે બંધ હતો. જે બાદ તેની મરામત કરી ફરી શરૂ કરવામાં આવ્યો હતો. તેમ છંતા તેનો તાર તૂટી પડતા આ દુર્ઘટના બની છે.

પાવાગઢ શક્તિપીઠ ગુજરાતનું મોટું ધાર્મિક સ્થળ છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે. અકસ્માત બાદ મંદિર પરિષર અને આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે, બીજી તરફ અહીં આવતા પર્યટકો પણ હવે રોપ-વેમાં બેસતા ડરી રહ્યાં છે.

facebook twitter