+

અમદાવાદના જોધપુરમાં 50 વર્ષીય વ્યક્તિએ પોતે ગોળી મારીને કરી આત્મહત્યા

બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું તારણ પોલીસ કરી રહી છે આ કેસની તપાસ અમદાવાદ: શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર નજીક શુક્રવારની રાત્રે એક દુઃખદ ઘટના બની હતી. ફાલ્ગુન એપા

બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું તારણ

પોલીસ કરી રહી છે આ કેસની તપાસ

અમદાવાદ: શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર નજીક શુક્રવારની રાત્રે એક દુઃખદ ઘટના બની હતી. ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય રમેશ ઠાકોર નામના વ્યક્તિએ પોતાના જ ઘરમાં બંદૂકથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ થતાં જ પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તેમને તાત્કાલિક શેલ્બી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હજુ સુધી આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકી નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.એવું પણ સામે આવ્યું છે કે આ વ્યક્તિએ બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે.

facebook twitter