નવી દિલ્હીઃ જ્યોતિ મલ્હોત્રાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે, તેના ડિઝિટલ ડેટાની તપાસ કરતા જાણવા મળ્યું છે કે તે પાકિસ્તાન માટે જાસૂસી કરતી હતી અને અને પાકિસ્તાનના અનેક લોકોના સંપર્કમાં હતી, તે આઇએસઆઇના ઉચ્ચ અધિકારીઓને પણ મળી હતી. સંપર્કમાં હતી.
ISI નું સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને લાલચ આપી જાસૂસ બનાવવાનું ષડયંત્ર હતુ અને જ્યોતિ તેમના માટે જાસૂસી કરી રહી હતી, તેને ભારતની ઘણી માહિતી પાકિસ્તાનને આપી હોવાનું સામે આવ્યું છે.
જ્યોતિના એક વીડિયોમાં VIP સુવિધાનો ઘટસ્ફોટ
પહેલી વાર પાકિસ્તાનની મુલાકાત લીધા બાદ જ્યોતિને સ્પેશ્યિલ વિઝા, ISI અને પાકિસ્તાન ગૃહ મંત્રાલયની મંજૂરીથી સુરક્ષા મળી હતી, તે એકે-47 સાથે ફરતી હતી, તેના ફોટો સામે આવ્યાં છે.
સ્કોટિશ યુટ્યૂબર કેલમ મીલે માર્ચ, 2025માં એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનના રસ્તાઓ પર ચાલતી જોવા મળે છે. વીડિયોમાં જ્યોતિની સાથે AK-47 રાઈફલ્સ સાથે તેના સુરક્ષા ગાર્ડ પણ જોવા મળી રહ્યાં છે.
