+

પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ગુજરાત સહિતના ચાર રાજ્યોમાં થનારી મોક ડ્રીલ હાલમાં નહીં થાય- Gujarat Post

(પ્રતિકાત્મક ફોટો)  નવી દિલ્હીઃ પાકિસ્તાનની સરહદની અડીને આવેલા દેશના ચાર રાજ્યોમાં ગુરુવારે ફરી એકવાર મોક ડ્રીલ કરવાની હતી. પરંતુ કોઇ કારણોસર તે હાલમાં નહીં થાય, આ મોક ડ્રીલ ગુરુવારે સાંજે હાથ

(પ્રતિકાત્મક ફોટો) 

નવી દિલ્હીઃ પાકિસ્તાનની સરહદની અડીને આવેલા દેશના ચાર રાજ્યોમાં ગુરુવારે ફરી એકવાર મોક ડ્રીલ કરવાની હતી. પરંતુ કોઇ કારણોસર તે હાલમાં નહીં થાય, આ મોક ડ્રીલ ગુરુવારે સાંજે હાથ ધરવામાં હતી. મોક ડ્રીલ ગુજરાત, પંજાબ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીરમાં થવાની હતી. લોકોને સતર્ક રહેવાની અને મોક ડ્રીલ દરમિયાન ન ગભરાવાની સૂચના આપી દેવાઇ હતી. પરંતુ હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.

આ પહેલા કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલનો આદેશ આપ્યો હતો. પરંતુ ભારતે 6-7 મેની રાત્રે જ પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર સૈન્ય કાર્યવાહી કરી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 3300 કિલોમીટરથી વધારે લાંબી સરહદ છે. જમ્મુ-કાશ્મીરને જોડતી સરહદ એલઓસી કહેવાય છે. અહીં વારંવાર પાકિસ્તાન ફાયરિંગ અને ઘૂસણખોરી કરે છે. જ્યારે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ ઈન્ટરનેશનલ બોર્ડર કહેવાય છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને આ રાજ્યોના વિવિધ શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી, જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ ઈરાદા પર પાણી ફેરવી દીધું હતું. આ પહેલા કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લામાં મોક ડ્રીલનો આદેશ આપ્યો હતો.

facebook twitter