નવી દિલ્હીઃ શિયાળુ સત્ર દરમિયાન બુધવારે લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા થઈ હતી. જેમાં સરકારે તરફથી ગૃહમંત્રી અમિત શાહે ચર્ચામાં ભાગ લીધો. આ દરમિયાન શાહે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠાણાંનો જવાબ આપ્યો હતો.
અમિત શાહે સ્પષ્ટ કર્યું કે SIR (સ્પેશિયલ ઇલેક્ટોરલ રિવિઝન) પર સંસદમાં ચર્ચા થઈ શકે નહીં, કારણ કે ચૂંટણી પંચ સરકારના તાબા હેઠળ નહીં, પણ એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે. SIR ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં આવે છે, અને સરકાર ચૂંટણી કરાવતી નથી, તેથી સરકાર તેનો જવાબ આપી શકે નહીં. કોંગ્રેસ SIR ને લઈને જૂઠ ફેલાવી રહી હતી, જેનો જવાબ આપવા માટે જ તેમણે ચર્ચામાં ભાગ લીધો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે વિપક્ષ SIRનો મુદ્દો ઉઠાવીને ચર્ચાને ભટકાવવા માગે છે. જ્યારે સરકાર વ્યાપક ચૂંટણી સુધારા પર સાર્થક ચર્ચા કરવા ઇચ્છતી હતી.
અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ઘૂસણખોરો વોટો આપીને દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી તો નક્કિ ન જ કરી શકે, તેમણે કહ્યું કે આ અધિકાર ફક્ત ભારતના નાગરિકોનો અને ચૂંટણીપંચનો છે. તેમણે વિપક્ષ પર પાયાવિહોણા આરોપો લગાવવાનો આક્ષેપ કર્યો અને કહ્યું કે નરેન્દ્ર મોદીને દેશની જનતાએ વડાપ્રધાન બનાવ્યાં છે, વિપક્ષની કૃપાથી નહીં.
શાહે બંધારણના અનુચ્છેદો ટાંકીને કહ્યું કે ચૂંટણી પંચને મતદાર યાદી શુદ્ધ કરવાની સત્તા છે. અનુચ્છેદ 324 હેઠળ ચૂંટણી કમિશનરને વિશેષ અધિકારો મળેલા છે. અનુચ્છેદ 327 હેઠળ ચૂંટણી પંચને SIRનો અધિકાર મળેલો છે. તેમણે કહ્યું કે જો વોટર લિસ્ટ જ અશુદ્ધ હોય તો ચૂંટણી કેવી રીતે પવિત્ર રહી શકે. અમિત શાહે યાદ અપાવ્યું કે વર્ષ 2000 પછી ત્રણ વખત SIR થયું છે, જેમાં બે વખત ભાજપ- એનડીએની સરકાર હતી અને એક વખત મનમોહન સિંહની સરકાર હતી, ત્યારે કોઈએ વિરોધ કર્યો ન હતો.
રાહુલ ગાંધીના વોટ ચોરીના દાવાઓ પર બોલતા અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીએ હરિયાણાના એક ઘરનો નંબર જણાવીને ત્યાં વધારે મતદારો હોવાનો દાવો કર્યો હતો. ચૂંટણી પંચે આ દાવાનું વેરિફિકેશન કર્યું, જેમાં તે દાવો ખોટો સાબિત થયો હતો. શાહે કહ્યું કે વોટ ચોરીનો નકલી ખેલ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
#WATCH | Discussion on electoral reforms | After Opposition MPs walk out, Union HM Amit Shah says in Lok Sabha, "They can boycott 200 times, not even one infiltrator will be allowed to vote in this country...I was speaking about pushing infiltrators out of the country. I levelled… pic.twitter.com/3GR8mUfo4I
— ANI (@ANI) December 10, 2025
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/