+

પાટડીના નાવીયાણી પાસે ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત, બાઇકને ટક્કર મારીને વાહનચાલક ફરાર

સુરેન્દ્રનગરઃ પાટડી તાલુકાના નાવીયાણી ગામ પાસે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત થયા છે. બાઇકને ફંગોળીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો છે. આ અકસ્માતમાં ત્રણેય યુવકોના ઘટના

સુરેન્દ્રનગરઃ પાટડી તાલુકાના નાવીયાણી ગામ પાસે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત થયા છે. બાઇકને ફંગોળીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો છે. આ અકસ્માતમાં ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જેમાંથી બે યુવકો સગાભાઇ હોવાનું સામો આવ્યું છે. પોલીસને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચીને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા.

સુરેન્દ્રનગર પાટડી તાલુકાના એરવાડા ગામનો સંજય ભાથીભાઇ ઠાકોર નામનો યુવક બેચરાજી કંપનીમાં રોજ કામ કરવા જતો હતો. તેણે ટીનાભાઇ નરસીભાઇ દેવીપૂજક અને તેનો નાનો ભાઇ મયુર નરસીભાઇ દેવીપૂજકને નોકરી પર લગાડ્યાં હતા. આજે નોકરીને પહેલો દિવસ હતો. જેથી ત્રણ યુવકો બાઇક લઇને વહેલી સવારે બેચરાજી જઇ રહ્યાં હતા. દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ત્રણેય યુવકો હવામાં ફગોળાયા હતા. ટક્કર એટલી હતી કે ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે. પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને ત્રણેયના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. ફરાર વાહન ચાલકની શોધખોળ હાથધરી છે.

સ્થાનિક લોકોના જણાવ્યાં અનુસાર એક ટ્રેલર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter