+

અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા

અમદાવાદ: શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલિગન્સ નામના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અ

અમદાવાદ: શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલિગન્સ નામના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી.

સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આગ લાગી હતી.કોમ્પ્લેક્સમાંથી કેટલાક લોકો લિફ્ટમાં ફસાયા હોવાના મેસેજ મળતાં જ ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા 50થી વધુ લોકોને બચાવીને સુરક્ષિત નીચે લાવવામાં આવ્યાં હતા.

બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લિફ્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતા.

હાલમાં આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ચાલી રહી છે. સદભાગ્યે, ઝડપી બચાવ કામગીરીને કારણે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજાઓના અહેવાલ નથી, આગ અંગેની વધુ તપાસ ચાલી રહી છે. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાની કામગીરી પૂર્ણ થયા બાદ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી. જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter