તેહરાનઃ મિડલ ઈસ્ટમાં ઈરાન સાથે શરૂ થયેલું યુદ્ધ આજે ચોથા દિવસમાં પ્રવેશ્યું છે. આ બધું 28 ફેબ્રુઆરી 2026 ના રોજ અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હુમલાઓથી શરૂ થયું હતું, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું હતું. ત્યારથી અત્યાર સુધી સ્થિતિ ખૂબ જ ઝડપથી બગડી છે.
ઈરાને જવાબી હુમલા શરૂ કર્યા છે, જેમાં ગલ્ફ દેશોમાં અમેરિકી બેઝ અને દૂતાવાસો પર ડ્રોન અને મિશાઈલો છોડવામાં આવી છે. બીજી તરફ, ઇઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા તેજ કર્યા છે. ઈરાનમાં મૃત્યુઆંક હવે 742 થી ઉપર પહોંચી ગયો છે. ઈરાનના નવા સંરક્ષણ મંત્રી માજિદ ઈબ્ન અલ રઝાનું પણ તેમના પદ સંભાળ્યાના માત્ર બે દિવસ બાદ જ મોત થયું છે.જોકે, ઈરાને હજુ સુધી તેના ટોચના નેતાઓના મોતના સમાચાર પર મૌન સેવ્યું છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરોથી આવી રહેલા અહેવાલો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે.
ઈરાનના સંરક્ષણ મંત્રીના મોતના સમાચાર વચ્ચે તેહરાને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એસ્માઈલ બકાઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો યુરોપિયન દેશો આ યુદ્ધમાં ઈઝરાયેલ અથવા અમેરિકાનો સાથ આપશે, તો તેને ‘એક્ટ ઓફ વોર માનવામાં આવશે.