+

યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી

મહેસાણા: ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા વધી ગઇ છે.જો કે વિદેશ જવાની લાલચમાં લેભાગુ એજન્ટોના ખંંડણી માંગી રહ્યાં છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલા મહેસાણ

મહેસાણા: ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા વધી ગઇ છે.જો કે વિદેશ જવાની લાલચમાં લેભાગુ એજન્ટોના ખંંડણી માંગી રહ્યાં છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલા મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામના એક પરિવારને એજન્ટોએ મોટી છેતરપિંડી કરીને લીબિયા મોકલી દીધો છે. પરિવારને બંધક બનાવીને તેમની મુક્તિ માટે રૂ. 2 કરોડની ખંડણીની માંગ કરવામાં આવી છે.

મહેસાણાના બાદલપુરા ગામના રહેવાસી કિસ્મતસિંહ ચાવડા, તેમનાં પત્ની હીનાબેન, અને તેમની 3 વર્ષની બાળકી દેવાંશીબા દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યાં હતા. જો કે એજન્ટોએ આ પરિવારને છેતરીને પોર્ટુગલને બદલે લીબિયા મોકલી દીધો હતો.

લીબિયામાં આ પરિવારને એકાંત સ્થળે બંદી બનાવવામાં આવ્યો છે, અપહરણકર્તાઓ દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અપહરણકર્તાઓ દ્વારા શરૂઆતમાં ₹45 લાખની માંગણી કરવામાં આવી હતી. જો કે, આ કાવતરામાં સંડોવાયેલા દુબઈના એજન્ટો દ્વારા આ પરિવારને મુક્ત કરવા માટે હવે રૂ.2 કરોડની ખંડણી માંગવામાં છે. 

પીડિત પરિવારે આ સમગ્ર કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.મુસીબતમાં ફસાયેલા ચાવડાના પરિવારજનોએ આ અંગે મહેસાણા કલેક્ટર કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી છે.

facebook twitter