+

કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો

અમદાવાદઃ કફ સિરપ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમ દરોડા પાડી રહી છે. ગેરકાયદેસર કફ સિરપના વેપારના એક મોટા કેસના સંદર્ભમાં લખનઉ ઝોનલ ઓફિસે શુક્રવારે સવારે 7:30 વાગ્યાની આસપાસ 25 સ્

અમદાવાદઃ કફ સિરપ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમ દરોડા પાડી રહી છે. ગેરકાયદેસર કફ સિરપના વેપારના એક મોટા કેસના સંદર્ભમાં લખનઉ ઝોનલ ઓફિસે શુક્રવારે સવારે 7:30 વાગ્યાની આસપાસ 25 સ્થળોએ એક સાથે દરોડા કર્યા. આ રેકેટમાં 1,000 કરોડ રૂપિયાથી વધુ ગેરકાયદેસર નાણાંની લેવડ-દેવડ થઇ છે.

સીએ વિષ્ણુ અગ્રવાલના સ્થળો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્થળો આલોક સિંહ, અમિત સિંહ અને મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ અને ગેરકાયદેસર વેપાર માટે કફ સિરપ સપ્લાય કરનારા ઉત્પાદકોના છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) વિષ્ણુ અગ્રવાલના સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં 

અમદાવાદ, લખનઉ, વારાણસી, જૌનપુર, સહારનપુર (ઉત્તર પ્રદેશ) અને રાંચી (ઝારખંડ) માં દરોડા પાડવામાં આવી રહ્યાં છે. છેલ્લા બે મહિનામાં ઉત્તર પ્રદેશના લખનઉ, વારાણસી, સોનભદ્ર, સહારનપુર અને ગાઝિયાબાદમાં નોંધાયેલી 30 થી વધુ FIR પર આધારિત કાર્યવાહી થઇ રહી છે. આ FIRs કોડીન આધારિત કફ સિરપના ગેરકાયદેસર સ્ટોકિંગ, પરિવહન, વેપાર અને સરહદ પાર સપ્લાય સાથે સંબંધિત છે.

1,000 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ

તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર રેકેટમાં 1,000 કરોડ રૂપિયાથી વધુના ગેરકાયદેસર નાણાં (POC) ની હેરાફેરી થઇ છે.આ કેસનો મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ હજુ ફરાર છે અને દુબઈમાં છુપાયેલો હોવાનું સામે આવ્યું છે. તેના પિતા, ભોલા પ્રસાદની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસે અત્યાર સુધીમાં 32 લોકોની ધરપકડ કરી છે.

નકલી સરનામાં હેઠળ કાર્યરત કંપનીઓ મળી

દરોડા દરમિયાન ઘણા નકલી સરનામાં અને નકલી પેઢીઓ મળી આવી હતી, જેના પર આ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હતો અને જેના નામે કફ સિરપની ગેરકાયદેસર ખરીદી અને વેચાણ થઈ રહ્યું હતું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter