+

T- 20 વર્લ્ડકપ જીત્યા પછી સૂર્યાએ પોતાના આગામી મોટા લક્ષ્યનો ખુલાસો કર્યો, 2028 વિશે આ વાત કહી

અમદાવાદઃ ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2026 જીતી લીધો છે. આ સાથે, ટીમ ઇન્ડિયા સતત બીજી વખત ટાઇટલ જીતનાર પ્રથમ ટીમ બની છે અને ઘરઆંગણે ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની છે, ટી

અમદાવાદઃ ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2026 જીતી લીધો છે. આ સાથે, ટીમ ઇન્ડિયા સતત બીજી વખત ટાઇટલ જીતનાર પ્રથમ ટીમ બની છે અને ઘરઆંગણે ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની છે, ટીમ ઇન્ડિયા હવે સૌથી વધુ સતત T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ બની ગઈ છે. આ પહેલા, 2007 માં ધોનીની કેપ્ટનશીપ હેઠળ પહેલી વાર ચેમ્પિયન બની હતી. ત્યાર બાદ, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ટીમે 2024 T20 વર્લ્ડ પ જીત્યો હતો. હવે, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ત્રીજી વખત ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો છે.

કેપ્ટન તરીકે જીતેલું પહેલું ICC ટાઇટલ

કેપ્ટન તરીકે સૂર્યાનું આ પહેલું ICC ટાઇટલ છે. ટીમ ઇન્ડિયાને વિજય તરફ દોરી ગયા પછી, સૂર્યકુમાર યાદવે હવે બીજા એક મોટા ધ્યેય પર નજર રાખી છે, જે તેમણે T20 વર્લ્ડકપ 2026 જીત્યા પછી તરત જ જાહેર કર્યું હતું. વર્લ્ડકપ વિજયની ઉજવણીમાં ડૂબેલા ભારતીય ટીમના કેપ્ટને સ્પષ્ટ કર્યું છે કે તેમનું આગામી લક્ષ્ય ઓલિમ્પિકમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે.

અમદાવાદમાં ફાઇનલ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમારે કહ્યું કે ટીમ માટે છેલ્લો મહિનો ખૂબ જ ખાસ રહ્યો છે. તેમણે સ્વીકાર્યું કે ટુર્નામેન્ટની શરૂઆત અપેક્ષા મુજબ નહોતી થઈ, પરંતુ ક્રિકેટમાં આવી બાબતો રમતનો ભાગ છે.

આગામી લક્ષ્ય: ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક

સૂર્યકુમારે કહ્યું, છેલ્લો મહિનો એક અદ્ભભૂત સફર રહ્યો. શરૂઆત અપેક્ષા મુજબ ન હતી, પરંતુ તે રમતનો એક ભાગ છે. ટીમ જે રીતે લક્ષ્ય સુધી પહોંચી તે ખરેખર ખાસ છે. એક ટીમ તરીકે અમે જે પ્રાપ્ત કર્યું છે તે તમારા બધાની સામે છે. અમે તેનાથી ખૂબ ખુશ છીએ. હવે, આગામી લક્ષ્ય ઓલિમ્પિક ગોલ્ડ છે, અને અમે ટીમ સાથે તે લક્ષ્ય તરફ કામ કરીશું.

ઓલિમ્પિકમાં ક્રિકેટ એક હાઇલાઇટ હશે

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવા માટે મંજૂરી આપી છે. ક્રિકેટ મેચ અગાઉ ફક્ત એક જ વાર 1900ના પેરિસ ઓલિમ્પિકમાં રમાઇ હતુ. 2028ના ઓલિમ્પિકમાં પુરુષ અને મહિલા બંને શ્રેણીઓમાં છ ટીમો 14 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન મેડલ માટે સ્પર્ધા કરશે. વર્તમાન ICC T20 રેન્કિંગના આધારે, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમો એશિયામાંથી ક્વોલિફાય થવાની સંભાવના છે. બધી મેચો લોસ એન્જલસથી લગભગ 50 કિલોમીટર દૂર, યુએસએના પોમોનામાં આવેલા કામચલાઉ ફેરગ્રાઉન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે.

facebook twitter