+

T-20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારતની ભવ્ય જીત, ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું, ઠેર ઠેર ઉજવણી

અમદાવાદઃ ટી-20 વર્લ્ડકપ ભારતે પોતાના નામે કરી લીધો છે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ન્યૂઝિલેન્ડને 96 રને હરાવીને ટ્રોફી જીતી લીધી છે, ભારત સતત બીજી વખત ટી-20 વર્લ્ડકપ જીતી ગયું છે અને કુલ

અમદાવાદઃ ટી-20 વર્લ્ડકપ ભારતે પોતાના નામે કરી લીધો છે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ન્યૂઝિલેન્ડને 96 રને હરાવીને ટ્રોફી જીતી લીધી છે, ભારત સતત બીજી વખત ટી-20 વર્લ્ડકપ જીતી ગયું છે અને કુલ ત્રણ વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈતિહાસ રચાઈ ગયો છે. T- 20 ક્રિકેટ વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને ટકરાઈ હતી. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે ભારતે 256 રનનો ટાર્ગટ આપ્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 255 રન કર્યા હતા અને ન્યૂઝીલેન્ડને જીત માટે 256 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ફાઈનલમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. ભારત તરફથી Sanju Samsonએ તોફાની ઈનિંગ રમતા માત્ર 46 બોલમાં 89 રન ફટકાર્યા હતા. ઈનિંગ દરમિયાન 8 ભવ્ય સિક્સર અને 5 ફોર જોવા મળી હતી, જેના કારણે ભારતીય ટીમનો સ્કોર ઝડપથી આગળ વધ્યો હતો અને ન્યૂઝીલેન્ડના બોલરો પર ભારે દબાણ ઊભું થયું હતું.

ઓપનર તરીકે મેદાનમાં ઉતરેલા Abhishek Sharmaએ પણ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. તેમણે 21 બોલમાં 52 રનની તોફાની ઈનિંગ રમી જેમાં 3 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થયો હતો, Ishan Kishanએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપતા 25 બોલમાં 54 રન બનાવ્યા હતા અને પોતાની ઈનિંગમાં 4 ફોર તથા 4 સિક્સર ફટકારી હતી. કેપ્ટન Suryakumar Yadav પહેલા જ બોલમાં આઉટ થઇ ગયો હતો.

જસપ્રિત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી અને 4 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 3 વિકેટ ઝડપીને ન્યૂઝીલેન્ડને મોટો ફટકો આપ્યો હતો. જ્યારે ન્યૂઝિલેન્ડના ખેલાડીઓ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમના બેટ્સમેન ઈનિંગની શરૂઆતથી જ દબાણ હેઠળ દેખાઇ હતી. ટિમ સાઈફર્ટ અને ફિન એલને પ્રથમ વિકેટ માટે ઝડપી 31 રન બનાવ્યાં. પરંતુ પ્રથમ વિકેટ પડ્યા બાદ કિવી ટીમ પ્રેશરમાં રહી, ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઈફર્ટે સૌથી વધુ 26 બોલમાં 52 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. 7 કિવી બેટ્સમેન સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થયા.

ન્યુઝીલેન્ડની અડધી ટીમ માત્ર 72 રન બનાવીને આઉટ થઈ ગઈ. ડેરિલ મિચેલે આ મેચમાં 11 બોલમાં 17 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન મિચેલ સેન્ટનર બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો, તેને 35 બોલમાં 43 રન બનાવ્યાં હતા.જો કે ટીમનું ઓલ ઓવર પ્રદર્શન કંગાળ રહ્યું હતુ

ભારતની જીતની ઉજવણી 

અમદાવાદ સહિત દેશભરમાં જીતની ઉજવણી થઇ રહી છે, ઠેર ઠેર લોકો રસ્તા પર જઇને ઉજવણી કરી રહ્યાં છે, ફટાકડા ફૂટી રહ્યાં છે અને ટીમ ઇન્ડિયાને અભિનંદન આપી રહ્યાં છે.

facebook twitter