રાજકોટઃ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં છ વર્ષની બાળકી પર થયેલી હેવાનિયતની ઘટનાના આરોપી રામસિંહને પોલીસ ઝડપી લીધો હતો, તે ભાગવા જતો હતો ત્યારે પોલીસે કરેલા ફાયરિંગમાં ગોળી આરોપીના પગમાં વાગી હતી. હવે આરોપીએ કહ્યું છે કે મારાથી મોટી ભૂલ થઇ ગઇ છે.
પોલીસે કરેલી કડક કાર્યવાહીને પગલે આરોપીએ કહ્યું કે, મારી ભૂલ થઈ ગઈ છે. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં. આરોપીના આ શબ્દો પોલીસની સખતાઈ દર્શાવે છે, જેનાથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે કલાકોમાં જ આરોપીની સામે કડક કાર્યવાહી કરીને એક ઉદાહરણ પુરું પાડ્યું છે.
જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હતો.આરોપીએ હેવાનિયતની હદ વટાવતા બાળકીના ગુપ્તાંગમાં ધારદાર વસ્તુ ઘુસાડી દીધી હતી અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી ક્રૂરતા આચરી હતી. ગંભીર હાલતમાં બાળકીને છોડીને આરોપી ફરાર થઇ ગયો હતો. બાળકીની ગંભીર હાલતને જોતા તેને વધુ સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.