આ ટોળકીએ 623 બેંક ખાતાઓ દ્વારા 111 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી
અત્યાર સુધીમાં સાયબર ગુનેગારો સામે 866 ફરિયાદો
ધરપકડ કરાયેલા 8 સભ્યોએ જણાવ્યું કે ગેંગમાં 8 વધુ લોકો સામેલ છે
સુરતઃ જિલ્લામાં પોલીસે સાયબર ક્રાઈમના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, અનેક લોકો સાથે છેતરપિંડી કરીને કમાણીનો નિકાલ કરવા માટે બેંક ખાતા પૂરા પાડતી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરાઇ છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારોને રૂ. 111 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવા માટે 623 બેંક ખાતાઓ આપ્યાં હતા.
4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, 4 હજુ પણ ફરાર
પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 200 થી વધુ FIR નોંધવામાં આવી છે
કેટલાક આરોપીઓ વિદેશમાં છે
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક મુંબઈનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ સાયબર છેતરપિંડી કરનારાઓ સાથે કામ કરતી ગેંગનો ભાગ હતા. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) ને અત્યાર સુધીમાં આ સાયબર છેતરપિંડી કરનારાઓ વિરુદ્ધ 866 ફરિયાદો મળી છે. દેશભરમાં આ ગુનેગારો વિરુદ્ધ 200 FIR નોંધવામાં આવી છે.
જૂન મહિનામાં સુરત પોલીસે કમિશન લઈને બેંક ખાતા પૂરા પાડવાના કેસમાં 8 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે આવા એકાઉન્ટ્સ પૂરા પાડવામાં વધુ લોકો પણ સામેલ હતા.
પોલીસે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી ઓફિસ પર દરોડા પાડીને અજય ઈટાલીયા, જલ્પેશ નડિયાદરા અને વિશાલ ઠુમ્મરની ધરપકડ કરી હતી. અન્ય એક આરોપી હિરેન બરવાલિયાની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે દુબઈની ફ્લાઈટમાં જઇ રહ્યો હતો, અન્ય ચાર આરોપી મિલન વાઘેલા, કેતન વેકરિયા, દશરથ દાંડાલિયા અને જગદીશ અજુડિયા હજુ પણ ફરાર છે. વાઘેલા અને અજુડિયા હાલમાં દુબઈમાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++