અંકલેશ્વરઃ GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોનાં મોતને લઇને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અન્ય કામદારો ઇજાગ્રસ્ત થયા છે. કેમિકલ પ્રોસેસ દરમિયાન સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી જતા આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીના એમ.ઇ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી જતા આ અકસ્માત થયો છે. બ્લાસ્ટને કારણે આસપાસના લોકો પણ અહીં ભેગા થઇ ગયા હતા, પોલીસ અને મેડિકલની ટીમ પણ અહીં પહોંચી ગઇ છે. ફાયર ફાઇટર દ્વારા સ્થિતિને કાબૂમાં કરવાના પ્રયાસ ચાલુ છે.
અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નિકાલનું કામ કરે છે અને આ કંપનીમાં આ અકસ્માત થયો છે. હાલમાં પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/