+

ACB ટ્રેપમાં આ કોમ્પ્યુટર ઓપરેટર ફસાયો, રૂ. 75 હજારની લાંચ રિકવર કરવામાં આવી

અમદાવાદઃ આ કામના ફરીયાદીના અસીલે ખેતીની જમીન વેચાણ રાખી હતી. જેથી ખેડૂત હોવા અંગેના પ્રમાણપત્રની જરૂર હોવાથી તેમને અરજી આપી હતી. ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા દસ્ક્રોઇ પ્રાંત કચેરીમાં કુલ-7 અરજ

અમદાવાદઃ આ કામના ફરીયાદીના અસીલે ખેતીની જમીન વેચાણ રાખી હતી. જેથી ખેડૂત હોવા અંગેના પ્રમાણપત્રની જરૂર હોવાથી તેમને અરજી આપી હતી. ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા દસ્ક્રોઇ પ્રાંત કચેરીમાં કુલ-7 અરજીઓ કરી હતી, જે અરજીઓ રીજેક્ટ થતા ખુટતા કાગળો સાથે ફરીથી 7 અરજીઓ કરી હતી.

જે પૈકી બે અરજીઓ દફતરે કરેલી અને બાકીની પાંચ અરજીઓનાં કામે આરોપી બીજલ બળદેવભાઇ ઠાકોર, હોદ્દો- કોમ્પ્યુટર ઓપરેટર, ( કરાર આધરિત ), દસ્ક્રોઇ મામલતદાર કચેરીએ લાંચની માંગણી કરી હતી. દસ્ક્રોઇ મામલતદાર કચેરીનો અભિપ્રાય આપવા પેટે એક અરજી દીઠ રૂ.5000 તેમજ પ્રાંત કચેરીમાં આગળના કામ પેટે એક અરજી દીઠ રૂ.10,000 મળીને અરજીના રૂ.15,000 લેખે કુલ પાંચ અરજીના રૂ.75,000 ની લાંચની માંગણી કરી હતી.

આ લાંચના નાણાં આપી જવાનો વાયદો 3-12-2024 કરેલો હતો. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કર્યો હતો. ફરીયાદને આધારે લાચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં આરોપીએ હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ દસ્ક્રોઇ મામલતદાર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા પેન્ટ્રી રૂમમાં સ્વીકારતા ઝડપાઇ ગયો હતો.

ટ્રેપીંગ અધિકારી: એન.એન.જાદવ,પો.ઇન્સ, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારીઃ કે.બી.ચૂડાસમા,મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter