+

આ સર્કલ ઓફિસરને ACB એ શીખવી દીધો સબક, રૂપિયા 10,000 ની લાંચ સાથે ઝડપાયા

1 લાખ રૂપિયાની લાંચ હપ્તે હપ્તે લેવાની હતી એસીબીએ રંગેહાથ લાંચિયા બાબુને ઝડપી લીધા પંચમહાલઃ એસીબીએ પંચમહાલના કાલોલમાં ટ્રેપ કરી છે, રાકેશકુમાર કશનાભાઇ સુથારીયા, હોદ્દો- નાયબ મામલતદાર, સર્કલ ઓફીસ

1 લાખ રૂપિયાની લાંચ હપ્તે હપ્તે લેવાની હતી

એસીબીએ રંગેહાથ લાંચિયા બાબુને ઝડપી લીધા

પંચમહાલઃ એસીબીએ પંચમહાલના કાલોલમાં ટ્રેપ કરી છે, રાકેશકુમાર કશનાભાઇ સુથારીયા, હોદ્દો- નાયબ મામલતદાર, સર્કલ ઓફીસર, કાલોલ રૂપિયા 10 હજારની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા છે. સર્કલ ઓફીસર ચેમ્બરમાં જ આરોપીએ લાંચ લીધી હતી.

ફરિયાદીને સરકારી પડતર જમીન ખેતી માટે મેળવવા અરજી કરી હતી, જેમાં સર્કલ ઓફીસરે સંમતિ આપવા ફરીયાદી પાસે 1 લાખ રૂપિયાની લાંચ હપ્તેથી માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં આરોપી રાકેશ સુથારીયાએ ઓફિસમાં જ લાંચની રકમ 10 હજાર રૂપિયા લીધા અને એસીબીએ તેમને ઝડપી લીધા હતા.

જો તમારી પાસે પણ કોઇ આવી રીતે લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.
 
ટ્રેપિંગ અધિકારી: આર.બી.પ્રજાપતિ,
પોલીસ ઇન્સ્પેકટર, પંચમહાલ એ.સી.બી.પો.સ્ટે.ગોધરા

સુપરવિઝન અધિકારી: બી.એમ.પટેલ,
મદદનિશ નિયામક, એ.સી.બી. પંચમહાલ એકમ, ગોધરા

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter