નડિયાદઃ બિલોદરા બ્રિજ પાસે પુરપાટ જતી કારનું ટાયર ફાટતા કાર ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાઇ હતી. જેમાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યાં મોત થયા હતા. જ્યારે બે લોકો ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. નડીયાદ ગ્રામ્ય પોલીસ અને મહુધા પોલીસને જાણ થતા જ ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને હોસ્પિટલ ખસેડીને ટ્રાફિકને ક્લીયર કરાવીને વધુ તપાસ હાથ ધરી હતી.
નડીયાદ-બિલોદરા બ્રિજ પાસે ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ જતા ટ્રકની સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. જેમાં દલપતભાઇ ચમનાજી પુરોહિત, સુભઢી દેવી, દિનેશ ચમનાજી પુરોહિતનાં મોત છે. જ્યારે બે લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. મૃતકો સુરતના રહેવાસી છે.
હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/