અલ્લુ અર્જુનની પુષ્પા 2: આ શુક્રવારથી બોક્સ ઓફિસ પર રાજ કરવા પુષ્પા 2 તૈયાર છે. વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની આ એક છે. અલ્લુ અર્જુનના ચાહકો અને સિને પ્રેમીઓમાં પુષ્પા 2 નો ક્રેઝ છે. પુષ્પા 2 માટે એડવાન્સ ટિકિટનું વેચાણ થોડા દિવસો પહેલા શરૂ થયું હતું અને ફિલ્મ હવે દરેક મોટા રેકોર્ડ તોડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા સ્પષ્ટપણે અલ્લુ અર્જુનની સ્ટાર પાવર દર્શાવે છે. પુષ્પા 2 એ એડવાન્સ બુકિંગ શરૂ થયાના 3 દિવસમાં જ જોરદાર કલેક્શન મેળવ્યું છે.
પુષ્પા 2 એડવાન્સ બુકિંગનો જલવો
ફિલ્મે તેના શરૂઆતના દિવસે ભારતમાં 2 મિલિયનથી વધુ ટિકિટ વેચી છે. આ એડવાન્સ ટિકિટ સેલનું નેટ કલેક્શન ફિલ્મની રિલીઝ પહેલા જ 77.2 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જ્યારે તેની રિલીઝને હજુ એક આખો દિવસ બાકી છે. પુષ્પા 2 ભારતમાં 28,447 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે, જેમાં હિન્દી વર્ઝન પણ છે. અત્યાર સુધી 2 મિલિયન ટિકિટો વેચાઈ ગઇ છે. ભારતમાં એડવાન્સ ટિકિટના વેચાણમાંથી નેટ કલેક્શન હાલમાં રૂ. 62.22 કરોડ છે. પુષ્પા 2 ધ રૂલ 5 ડિસેમ્બરે મોટા પડદા પર રિલીઝ થશે.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરશે તેવી અપેક્ષા છે કારણ કે તેની સાથે અન્ય કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. આ ફિલ્મ આ સપ્તાહના અંતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અગાઉ, વિકી કૌશલ અભિનીત 'છાવા' 5 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ તેના નિર્માતાઓએ બોક્સ ઓફિસ પર ક્લેશ ટાળવા માટે ફિલ્મને ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી.
આ કલાકારો અલ્લુ અર્જુન-રશ્મિકા સાથે જોવા મળશે
સુકુમાર દ્વારા દિગ્દર્શિત અને માયથરી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત પુષ્પા 2: ધ રૂલમાં મુખ્ય ભૂમિકામાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના છે. આ સિવાય ફહાદ ફાસિલ અને પ્રકાશ રાજ જેવા કલાકારો પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/