તેલંગાણાઃ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ સિંચાઈ વિભાગના સસ્પેન્ડેડ એન્જિનિયરના ઘરે સર્ચ દરમિયાન કરોડો રૂપિયા રોકડા જપ્ત કર્યાં છે.એન્જિનિયરની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધાયા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે.
એસીબીએ શનિવારે જણાવ્યું કે આ મિલકત અધિકારીની આવક કરતા અનેેકગણી વધારે છે. એજન્સીએ સર્ચ દરમિયાન પાંચ પ્લોટ, 6.5 એકર ખેતીની જમીન, છ ફ્લેટ અને અન્ય મિલકતોના દસ્તાવેજો મળી આવ્યાં છે.
શું છે સમગ્ર મામલો?
તેલંગાણામાં આ વર્ષે મે મહિનામાં એસીબીએ સિંચાઈ વિભાગના મદદનીશ કાર્યપાલક ઈજનેરને 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યાં હતા, ત્યાર બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. એન્જિનિયર વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો હતો અને પછી જ્યારે ACBએ તેના ઘરની તપાસ કરી ત્યારે તેને 17 કરોડથી વધુની સંપત્તિની જાણ થઈ હતા અને કરોડો રૂપિયા રોકડા મળી આવ્યાં છે. હજુ પણ આ ભ્રષ્ટ અધિકારી પાસે કરોડો રૂપિયાની વધુ સંપત્તિ હોવાનો અંદાજ છે. જેની એસીબી દ્વારા તપાસ થઇ રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/