+

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન બે જૂથોમાં જોરદાર અથડામણ, 100 થી વધુ લોકોનાં મોત

Guinea Football Match Clash: પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા થઈ હતી. અહીં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 100થી વધુ લોકોનાં મોત થયા હતા. ગિનીના બીજા સૌથી મોટા શહેર NDjarekor મ

Guinea Football Match Clash: પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા થઈ હતી. અહીં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 100થી વધુ લોકોનાં મોત થયા હતા. ગિનીના બીજા સૌથી મોટા શહેર NDjarekor માં રવિવારે ફૂટબોલ મેચ દરમિયાન ચાહકો વચ્ચેની અથડામણમાં 100 થી વધુ લોકો માર્યાં ગયા છે, સ્થાનિક હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે હોસ્પિટલમાં જ્યાં સુધી આંખ દેખાય છે ત્યાં સુધી મૃતદેહોની કતારો છે, કોરિડોરમાં જમીન પર ઘણા મૃતદેહો પડેલા છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા

આ હિંસાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં મેચની બહાર રોડ પર અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુસ્સે થયેલા દેખાવકારોએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને આગ લગાવી હતી.

આ કારણે હિંસા શરૂ થઈ હતી

મેચ રેફરીએ વિવાદાસ્પદ નિર્ણય આપ્યાં બાદ હિંસા શરૂ થઈ હતી. આ પછી ચાહકો ગુસ્સે થઈ ગયા અને પછી હિંસા ફાટી નીકળી હતી. સ્થાનિક મીડિયા અનુસાર આ મેચ ગિનીના જુન્ટા નેતા મામાડી ડુમ્બુયાના સન્માનમાં આયોજિત ટુર્નામેન્ટનો ભાગ હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter