અમદાવાદઃ શહેરમાં નશો કરીને વાહન ચલાવનારને જાણે પોલીસનો ડર જ નથી તેમ એક બાદ એક અકસ્માત સર્જી રહ્યાં છે. સાત દિવસ પહેલા બોપલ- આંબલી રોડ પર રિપલ પંચાલ નામના યુવકે સાતથી આઠ વાહનોને અટફેટે લીધા હતા. સદનસીબે કોઇ જાણહાનિ થઇ ન હતી. આ બનાવના ગણતરીના દિવસોમાં જ નરોડા દહેગામ રોડ પર એક કાર ચાલકે નશો કરેલી હાલતમાં બે નિર્દોષ યુવકોને અડફેટે લીધા હતા, જેમાં આ બંને યુવકોનાં મોત થઇ ગયા છે.
ગતરાતે અમદાવાદના નરોડા દહેગામ રોડ પર એક કાર ચાલકે નશો કરેલી હાલતમાં બે નિર્દોષ યુવકોને અડફેટે લીધા હતા.મોત થયા છે. સફેદ કલરની ક્રેટા કારના ચાલકે બેફામ કાર ચલાવતા કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડ એક્ટિવાને ટકરાઇ હતી. એક્ટિવા પર સવાર બે યુવકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. મૃતકોની ઓળખ અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ તરીકે થઇ હતી.
અકસ્માત સર્જનાર નબીરાને સ્થાનિકોએ પકડીને મેથી પાક ચખાડ્યો હતો. તે નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આરોપીનું નામ ગોપાલ પટેલ છે અને તે નરોડાનો રહેવાસી છે, પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/