+

ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

રૂપિયા 15 હજારની લાંચ લેનારા આરોપીઓઃ  ધર્મેશકુમાર રતિલાલ વસાવા, ઓડિટર ગ્રેડ-2 (મિલ્ક) સોનગઢ, વર્ગ-૩, સ્પે.ઓડિટર, મિલ્ક ઓડિટ ઓફિસ, નાનપુરા, સુરત જેતલકુમાર સુજીતભાઇ ગામીત, પ્રજાજનને 15000 રૂપ

રૂપિયા 15 હજારની લાંચ લેનારા આરોપીઓઃ 

ધર્મેશકુમાર રતિલાલ વસાવા, ઓડિટર ગ્રેડ-2 (મિલ્ક) સોનગઢ, વર્ગ-૩, સ્પે.ઓડિટર, મિલ્ક ઓડિટ ઓફિસ, નાનપુરા, સુરત

જેતલકુમાર સુજીતભાઇ ગામીત, પ્રજાજનને 15000 રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા 

ઓડિટમાં ક્ષતિ ન કાઢવા માટે લીધી હતી લાંચ 

ગુનાનુ સ્થળ: ઉંચામાળ ગામે આવેલ ઇન્ડિયન પેટ્રોલપંપની સામે, જાહેર રોડ ઉપર તા.વ્યારા, જી.તાપી  

તાપીઃ ફરીયાદીના ગામની દૂધ મંડળીનુ વર્ષ-2024-25 ના નાણાંકીય વર્ષનુ ઓડિટ કરવા માટે સ્પેશ્યલ ઓડિટર (મિલ્ક) ઓડિટ કાર્યાલય, સુરતના ઓડિટરે ગત માસમાં ઓડિટ કરીને ક્ષતિવાળો રીપોર્ટ આપેલો હતો, જે ઓડિટ કરેલ રીપોર્ટને બરાબર કરવા માટે 15 હજાર રૂપિયાની લાંચની માંગણી કરાઇ હતી.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જે ફરીયાદને આધારે લાંચના છટકાનુ આયોજન કરેલું, જેમાં ઓડિટકે ખાનગી વ્યક્તિને આ રકમ આપી દેવા જણાવ્યું હતુ. જેમાં જેતલ ગામીત લાંચ લેતા ઝડપાઇ ગયો હતો, બંને આરોપીઓને એસીબીએ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપીંગ અધિકારી: કે.જે.ધડુક, પો.ઇન્સ. (ફિલ્ડ) એ.સી.બી. સુરત એકમ તથા એ.સી.બી. સ્ટાફ 

સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ

ઇન્ચાર્જ અધિકારી: બળદેવ દેસાઇ IPS, નાયબ નિયામક, વડોદરા રેન્જ

facebook twitter