નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઊર્જા સુરક્ષાના મામલે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી. તેમણે કટોકટીનો સામનો કરવા માટે અગાઉથી તૈયારીઓ કરવાનું આહ્વાન કરતા કહ્યું કે, જો તેમ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કરોડો લોકોએ નુકસાન વેઠવું પડશે. રાહુલ ગાંધીનું આ નિવેદન એલપીજીની અછત અંગેના તાજેતરના મીડિયા અહેવાલો વચ્ચે આવ્યું છે. તેમણે સંસદ પરિષરમાં પત્રકારો સાથે વાત કરવા ઉપરાંત સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને પણ સરકારને ઘેરી હતી.
રાહુલ ગાંધીએ સંસદમાં વડાપ્રધાનની ગેરહાજરી અંગે સવાલો ઉઠાવ્યાં હતા. તેમણે ફેસબુક પર વિરોધ પ્રદર્શનની તસવીરો શેર કરતા લખ્યું, સંસદમાંથી નરેન્દર ગાયબ, દેશમાંથી સિલિન્ડર ગાયબ!
આ બાબતે ફેસબુક પોસ્ટ ઉપરાંત રાહુલે સંસદ ભવન પરિષરમાં પત્રકારોને જણાવ્યું કે, હવે મોદી ભારતના વડાપ્રધાન તરીકે કાર્ય કરવામાં અસમર્થ છે, કારણ કે તેઓ ફસાયેલા છે. તેમણે ભારતના લોકો સુરક્ષિત રહે અને આપણે પોતે દેશની ઊર્જા સુરક્ષાનું સંચાલન કરીએ તે સુનિશ્ચિત કરવું જોઈએ.
VIDEO | Delhi: Lok Sabha LoP Rahul Gandhi (@RahulGandhi) addresses the lower house on West Asia conflict; says, “A war has broken out in the Middle East. The US, Israel and Iran are at war, and this will have far-reaching consequences.”
— Press Trust of India (@PTI_News) March 12, 2026
(Source: Third Party)
(Full video… pic.twitter.com/nIH2iXtbpi
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગેસ અને ઈંધણ એક મોટી સમસ્યા બનવાના છે. કારણ કે આપણી ઊર્જા સુરક્ષા સાથે સમજૂતી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ઈરાનના હોર્મુઝ ખાડીમાંથી તેલના જહાજોને રોકાઇ રહ્યાં છે, ઇરાન યુદ્ધને લઇને પણ તેમને મોદી સરકારની ચૂપકીદી પર સવાલો ઉઠાવ્યાં છે.