સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વર્ષે છેલ્લા 11 વર્ષની સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો

12:18 PM Aug 02, 2025 | gujaratpost

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 17 ઈંચ જ્યારે કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. હાલ મોટા ભાગના જિલ્લાઓમાં મેઘવિરામ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 11 વર્ષમાં વરસેલા સરેરાશ વરસાદ કરતા આ વર્ષે ઓછો વરસાદ વરસ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઓછો છે પણ સૌરાષ્ટ્ર કચ્છના ડેમમાં ગત વર્ષ કરતા જળસંગ્રહ વધુ થયો છે. જો કે, હજુ ચોમાસું બાકી છે અને વધુ વરસાદની રાહ જોવાઇ રહી છે. 

સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો, સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 21 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઓછો અમરેલી, મોરબી અને કચ્છમાં 12-12 ઈંચ નોંધાયો છે.

છેલ્લા 11 વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 ઓગસ્ટ દરમિયાન વરસેલા સરેરાશ વરસાદ કરતા આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં ઓછો વરસાદ વરસ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં પણ આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો વરસાદ છે. આ વર્ષે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 16 અને કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. આ પહેલા 2016માં 1 ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં સરેરાશ 9 ઈંચ અને કચ્છમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.

1 ઓગસ્ટ 2025 સુધીમાં સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.18 ટકા જળસંગ્રહ થયો છે. જે ગયા વર્ષે આજની તારીખે 51.54 ટકા જ હતો. એટલે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સૌરાષ્ટ્રના ડેમોમાં 15 ટકા વધુ જળસંગ્રહ થયેલો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++