+

અમદાવાદના યુવકનું મોત, માઉન્ટ આબુમાં સેલ્ફીના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો યુવક

મૃતક મિત્રો સાથે રાજસ્થાન ફરવા ગયો હતો આબુથી 7 કિમી દૂર હનુમાનજી મંદિર પાસે સેલ્ફી લેતી વખતે ઘટના બની ગંભીર ઈજાગ્રસ્ત થવાથી યુવકનું મોત થયું રાજસ્થાનઃ માઉન્ટ આબુમાં અમદાવાદના ત

મૃતક મિત્રો સાથે રાજસ્થાન ફરવા ગયો હતો

આબુથી 7 કિમી દૂર હનુમાનજી મંદિર પાસે સેલ્ફી લેતી વખતે ઘટના બની

ગંભીર ઈજાગ્રસ્ત થવાથી યુવકનું મોત થયું

રાજસ્થાનઃ માઉન્ટ આબુમાં અમદાવાદના ત્રણ મિત્રો ફરવા ગયા હતા. રસ્તામાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. પોલીસની મદદથી યુવકને ગંભીર હાલતમાં બહાર કાઢ્યામાં આવ્યાં હતો. પરંતુ યુવકને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ખાતેથી ત્રણ મિત્રો રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુથી 7 કિલોમીટર દૂર રસ્તામાં આવતા હનુમાનજી મંદિર પાસે સેલ્ફી લેતા હતા ત્યારે અચાનક બિપિન પટેલ નામના યુવકનો પગ લપસી જતા 300 ફૂટ ઊંડી ખાઈમાં પટકાયો હતો. મિત્ર ખાઈમાં પટકાતા સાથી મિત્રોએ પોલીસને જાણ આવી હતી. કરતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે સ્થાનિક લોકોની મદદથી ખીણમાં પડેલાં બિપિન પટેલને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો હતો. જે યુવક ને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવામાં આવતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter