+

સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વર્ષે છેલ્લા 11 વર્ષની સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 17 ઈંચ જ્યારે કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. હાલ મોટા ભાગના જિલ્લાઓમાં મેઘવિરામ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 11 વર્ષમાં વરસેલા સરેરાશ વરસાદ કરતા આ

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 17 ઈંચ જ્યારે કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. હાલ મોટા ભાગના જિલ્લાઓમાં મેઘવિરામ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 11 વર્ષમાં વરસેલા સરેરાશ વરસાદ કરતા આ વર્ષે ઓછો વરસાદ વરસ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઓછો છે પણ સૌરાષ્ટ્ર કચ્છના ડેમમાં ગત વર્ષ કરતા જળસંગ્રહ વધુ થયો છે. જો કે, હજુ ચોમાસું બાકી છે અને વધુ વરસાદની રાહ જોવાઇ રહી છે. 

સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો, સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 21 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઓછો અમરેલી, મોરબી અને કચ્છમાં 12-12 ઈંચ નોંધાયો છે.

છેલ્લા 11 વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 ઓગસ્ટ દરમિયાન વરસેલા સરેરાશ વરસાદ કરતા આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં ઓછો વરસાદ વરસ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં પણ આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો વરસાદ છે. આ વર્ષે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 16 અને કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. આ પહેલા 2016માં 1 ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં સરેરાશ 9 ઈંચ અને કચ્છમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.

1 ઓગસ્ટ 2025 સુધીમાં સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.18 ટકા જળસંગ્રહ થયો છે. જે ગયા વર્ષે આજની તારીખે 51.54 ટકા જ હતો. એટલે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સૌરાષ્ટ્રના ડેમોમાં 15 ટકા વધુ જળસંગ્રહ થયેલો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter