હાર્દિક પટેલે પોતાની જ ભાજપ સરકાર સામે બાંયો ચઢાવી, પત્ર લખીને ઉપવાસની આપી ચીમકી
વિરમગામઃ પહેલા પાટીદાર આંદોલન, પછી કોંગ્રેસમાં ગયા અને પછી 14 પાટીદાર યુવકોની લાશોને ભૂલીને ભાજપના ખોળે બેસી ગયેલા હાર્દિક પટેલ ભાજપની દયાને કારણે ધારાસભ્ય બની ગયા અને હવે ફરીથી ભાજપ સામે બાંયો ચઢાવી છે.
અગાઉ ભાજપના પ્રખર વિરોધી અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે મારા મત વિસ્તારમાં કામો થઇ રહ્યાં નથી, વિરમગામમાં ઉભરતી ગટરો અને ઘરોમાં આવતા ગંદા પાણીનો નિકાલ થતો નથી, જેથી તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ચીમકી ઉચ્ચારી છે કે જો મારા મત વિસ્તારમાં ઝડપથી કામો નહીં થાય તો હું ઉપવાસ આંદોલનમાં જોડાઇશ.
હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે પ્રજાના આશીર્વાદથી ગુજરાતમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિરમગામ વિધાનસભાના લોકોની સેવા કરવાનો મને મોકો મળ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તેમજ આપના નેતૃત્વમાં મારી વિરમગામ વિધાનસભામાં હજારો કરોડોના કામો મંજૂર થયા છે, વિરમગામ શહેરમાં બગીચા, લાયબ્રેરી, ટાવર, તળાવનું બ્યુટીફીકેશન સહીત અનેક વિકાસના કામોની શહેરના લોકોને ભેટ મળી છે. પરંતુ હજુ કેટલાક કામો થઇ રહ્યાં નથી. સ્વસ્છતા બાબતે અહીં અનેક ફરિયાદો છે, જેનું નિરાકરણ ઝડપથી આવવું જોઇએ.
જો ઝડપથી આ કામો પુરા નહીં કરાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે ભાજપને આવી ચીમકીઓથી કોઇ ફરક પડવાનો નથી, કારણ કે હવે પાટીદાર સમાજ પણ હાર્દિક પટેલ સાથે નથી, તેની ચીમકીઓ માત્ર રાજકીય ફાયદાઓ લેવા માટે જ હોવાનું તેના પૂર્વ સાથીઓ કહી રહ્યાં છે. જો કે અમે માનીએ છીએ કે પ્રજાના કામો સમયસર થાય તે પણ જરૂરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/