+

નાઇટ પાર્ટીમાં જશો નહીં... રેપ- ગેંગરેપ થઇ શકે છે, અમદાવાદમાં લાગ્યા વિવાદાસ્પદ પોસ્ટર્સ

અમદાવાદઃ સોલા અને ચાણક્યપુરી જેવા વિસ્તારોમાં મહિલાઓ વિશે લગાવવામાં આવેલા કેટલાક પોસ્ટર્સે વિવાદ ઉભો કર્યો છે. આ પોસ્ટર્સમાં લખેલા સૂત્રો મહિલાઓ પ્રત્યે અત્યંત વાંધાજનક અને અસંવેદનશીલ છે.એક પોસ્ટ

અમદાવાદઃ સોલા અને ચાણક્યપુરી જેવા વિસ્તારોમાં મહિલાઓ વિશે લગાવવામાં આવેલા કેટલાક પોસ્ટર્સે વિવાદ ઉભો કર્યો છે. આ પોસ્ટર્સમાં લખેલા સૂત્રો મહિલાઓ પ્રત્યે અત્યંત વાંધાજનક અને અસંવેદનશીલ છે.એક પોસ્ટર પર લખ્યું છે, રાત્રે પાર્ટીમાં જવું નહી.. રેપ - ગેંગરેપ થઈ શકે છે, જ્યારે બીજા પર લખ્યું છે, એ... રંગલા, અંધારામાં સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવી નહીં.. જો રેપ- ગેંગરેપ થઇ જાય તો...?

આ પોસ્ટર્સ તકેદારી જૂથ દ્વારા લગાવવામાં આવ્યાં છે. જેના પર અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનું નામ પણ પ્રાયોજક તરીકે છાપવામાં આવ્યું છે. પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે શું ટ્રાફિક પોલીસે ખરેખર આવા વાંધાજનક સૂત્રો જાહેર કરવાની મંજૂરી આપી છે કે પછી અન્ય કોઇએ આ બધું કર્યું છે. 

મામલો ગરમાયા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસના એક અધિકારીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે વિજિલન્સ ગ્રુપે જાગૃતિના હેતુથી આ પોસ્ટર્સ લગાવ્યાં હતા. પરંતુ જ્યારે તેના પર વાંધો ઉઠાવવામાં આવ્યો, ત્યારે તેને તાત્કાલિક દૂર કરવામાં આવ્યાં છે. 

આમ આદમી પાર્ટીના એક નેતાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે. બીજી તરફ, આવા શરમજનક સૂત્રોવાળા પોસ્ટર્સની વાસ્તવિકતા શું છે ? જો સરકાર મહિલાઓની સુરક્ષાનો દાવો કરે છે. તો મને કહો કે સ્ત્રીઓને રાત્રે બહાર જવાની સ્વતંત્રતા છે કે નહીં ? 

સરકારના દાવા મુજબ, અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક છે, જ્યાં મહિલાઓ અને દીકરીઓ રાત્રે પણ ડર વગર ફરી શકે છે. પણ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો પોલીસ પોતે જ આવા સૂત્રોચ્ચાર સાથે સંદેશ આપવા લાગે, તો શું ખરેખર મહિલાઓ સુરક્ષિત છે ? શું આ માનસિકતા મહિલા સ્વતંત્રતાને કચડી નાખવાની નિશાની તો નથી ને ?

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter