શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં શુક્રવારે શરૂ થયેલા સર્ચ ઓપરેશનને લઇને મોટા સમાચાર છે. સેનાએ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સેનાને બેથી ત્રણ આતંકવાદીઓ હજુ પણ આ વિસ્તારમાં છુપાયેલા હોવાની આશંકા છે.
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સંયુક્ત ટીમે આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતીને આધારે દક્ષિણ કાશ્મીરના જંગલ વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર શરૂ થયું, જેમાં અત્યાર સુધીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.
#WATCH | J&K | Encounter between the security forces and terrorists is underway in the Akhal area of Kulgam district. SOG, J&K Police, Army and CRPF are carrying out the operation. One terrorist has been neutralised so far.
— ANI (@ANI) August 2, 2025
(Visuals deferred by unspecified time; no live… pic.twitter.com/7HP1vE1lXg
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/