+

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, કહ્યું- મેં સાંભળ્યું છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે, તે સારું છે

વોંશિગ્ટનઃ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ડીલ અને ટેરિફને લઈને ઘણો હોબાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમાચાર એજન્સી ANIના એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, મેં આ સ

વોંશિગ્ટનઃ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ડીલ અને ટેરિફને લઈને ઘણો હોબાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમાચાર એજન્સી ANIના એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, મેં આ સાંભળ્યું છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. મને ખબર નથી કે તે સાચું છે કે નહીં. તે એક સારું પગલું છે. આપણે જોઈશું શું થાય છે.

ભારત પર 25 ટકા ટેરિફ લાદશે: ટ્રમ્પ

અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની અને દંડ વસૂલવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે આ પાછળનું કારણ સમજાવ્યું, ભારત અને અમેરિકા મિત્રો હોવા છતાં વેપારની વાત આવે ત્યારે સહકારી રહ્યાં નથી. વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ભારતમાં છે. આ જ કારણ છે કે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર વ્યવહાર મર્યાદિત રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે, યાદ રાખો, ભારત અમારું મિત્ર છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમે તેની સાથે ઓછા પ્રમાણમાં વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, તેમની પાસે વિશ્વમાં સૌથી વધુ અને કોઈપ ણ દેશ કરતાં સૌથી વધુ અને ઘૃણાસ્પદ બિન-નાણાકીય વેપાર અવરોધો છે. ભારતે હંમેશા મોટાભાગના લશ્કરી શસ્ત્રો રશિયા પાસેથી ખરીદ્યા છે, તે રશિયાનો સૌથી મોટો ઊર્જા ખરીદનાર દેશ છે, એવા સમયે જ્યારે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હત્યાઓ બંધ કરે, ત્યારે બધું બરાબર નથી ! તેથી ભારતે 1 ઓગસ્ટથી ઉપરોક્ત તમામ બાબતો માટે 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter