મા સોનલ આઇના શતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન મોદીનું સંબોધન, મોગલ માએ સમાજને નવી રોશની આપી, સમાજને જાગૃત કર્યો

02:40 PM Jan 15, 2024 | gujaratpost

કેશોદઃ મઢડામાં મા સોનલ આઇના શતાબ્દી મહોત્સવમાં હજારો લોકોએ ભાગ લીધો છે, દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યાં છે, આજે સમારોહના સમાપનના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, મોદીએ કહ્યું કે સોનલ માએ નશાના અંધકારથી સમાજને રોશની આપી છે. તેમને સમાજમાં શિક્ષણ માટે મોટું કામ કર્યું છે. તેમને સમાજને કુરિવાજોથી બચાવ્યો છે. સોનલ મા એ 51 દેશોમાં ચારણ સમાજ માટે કામ કર્યું છે અને તેઓ હંમેશા તેમના માર્ગદર્શક રહ્યાં છે.

મા એ પશુધનના રક્ષણ માટે ચારણ સમાજને જાગૃત કર્યો છે. મોદીએ કહ્યું કે સોનલ મા દેશની એકતા અને અંખડિતતાના મોટા રક્ષક હતા. જ્યારે દેશની આઝાદી વખતે જૂનાગઢને તોડવાના ષડયંત્રો થઇ રહ્યાં હતા ત્યારે મા આપણી સાથે ઉભા હતા અને કેટલાક તત્વો સામે તેઓ ચંડીની જેમ ઉભા હતા.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે, તે પહેલા તેઓ જુદા જુદા અનુષ્ઠાન કરી રહ્યાં છે, તે માટે તેઓ જુદા જુદા મંદિરોમાં જઇ રહ્યાં છે, નાસીકમાં પણ મંદિરમાં પહોંચ્યાં હતા અને અહીં તેમને સાફ સફાઇ કરી હતી, તેમને મંદિરોમાં સફાઇ અભિયાન શરુ કર્યું છે. આજે તેમને સોનલ માને લઇને સમાજને સંબોધન કર્યું છે, સાથે જ તેમને કહ્યું છે કે 22 જાન્યુઆરીએ તમારા ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવજો, આ દિવસ દેશ અને વિશ્વ માટે મહત્વનો છે.

નોંધનિય છે કે મઢડાના આ કાર્યક્રમમાં અનેક હસ્તીઓએ હાજરી આપી હતી, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓએ હાજરી આપી હતી, પહેલા દિવસે કથાકાર મોરારીબાપુ સહિતના સંતો અહીં હજાર રહ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post