ભરૂચઃ એસીબીએ 1.25 લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે. જીગર જગદીશચંદ્ર પટેલ, મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ભરૂચ, વર્ગ-2 ને લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યાં છે. આરોપીએ નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, મદદનીશ નિયામકની ચેમ્બરમાં જ 1.25 લાખ રૂપિયાની લાંચ લીધી અને તેઓ એસીબીની હાથ પકડાઇ ગયા હતા.
- લાખો રૂપિયાનો પગાર પણ ઓછો પડે છે આ ભ્રષ્ટાચારીઓને
- તમે પણ પકડાવી શકો છો આવા ભ્રષ્ટ અધિકારીઓને
ફરીયાદીએ નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ભરૂચ ખાતે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનનાં નકશા મંજૂર કરવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી. અરજીમાં આક્ષેપિતે ક્વેરી કાઢેલી અને આ ક્વેરી સોલ્વ કરીને આગળની કાર્યવાહી કરવાના અવેજ પેટે લાંચ માંગી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, એસીબીએ ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું, જેમાં રૂપિયા 1.25 લાખની લાંચ લેતા આરોપી ઝડપાઇ ગયા છે.
જો તમને પણ કોઇ સરકારી બાબુ લાંચ માટે હેરાન કરે છે તો તમે પણ નજીકના એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો.
ટ્રેપીંગ અધિકારી: આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી: પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, ઇન્ચાર્જ એ.સી.બી. સુરત એકમ, સુરત
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક, વર્ગ-૨ જીગરભાઇ જગદીશચંદ્ર પટેલ રૂા.૧,૨૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયાં.
— ACB Gujarat (@ACBGujarat) May 16, 2024
Dial 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ કરવા આજે જ ડાયલ કરો ટોલ ફ્રી નંબર 1064.
— ACB Gujarat (@ACBGujarat) May 15, 2024
DIAL 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram pic.twitter.com/DrX3uDkW2g