20થી વધુ જગ્યાએ સર્ચ ઓપરેશન
તપાસના અંતે મોટા પાયે બેનમી વ્યવહારો સામે આવવાની સંભાવના
આઈટીની રેડથી કરચોરોમાં ફફડાટ
અમદાવાદ: ગુજરાતમાં ફરીથી આજે ઇન્કમટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદ અને વડોદરામાં રિયલ એસ્ટેટ અને સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા 2 ગ્રુપો પર દરોડા પાડવામાં આવ્યાં છે. કુલ 20 જેટલી જગ્યાએ અધિકારીઓ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી ચાલી રહી છે. 100થી અધિકારીઓ ઓપરેશનમાં જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.
ખુરાના ગ્રુપના સુધીર ખુરાના, આશિષ ખુરાના, વિક્રમ ખુરાનાને ત્યાં તપાસ ચાલુ
માધવ ગ્રુપના અનેક ઠેકાણાંઓ પર દરોડા
વડોદરાના માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર આઇટીના આ દરોડા પડ્યાં છે. આઇટીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યાં છે. માધવ ગ્રુપ કન્સ્ટ્રકશન અને સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલું છે અને સોલાર સિસ્ટમમાં મોટા પાયે કામ કરે છે. દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની ચીજ વસ્તુઓ કબ્જે લેવાઈ છે. અશોક ખુરાના માધવ ગ્રુપના ડિરેક્ટર છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/