અમદાવાદઃ આસારામ બાપુએ સુપ્રીમ કોર્ટમાં આજીવન કેદની સજા રદ કરવા અરજી કરી છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું છે કે આ મુદ્દા પર માત્ર તબીબી આધાર પર જ વિચારણા કરવામાં આવશે. 2013ના રેપ કેસમાં આસારામ બાપુને ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા સંભળાવી હતી. અરજી પર આગામી સુનાવણી 13 ડિસેમ્બરે થશે. બેન્ચે કહ્યું કે અમે નોટિસ જારી કરીશું. પરંતુ અમે ફક્ત તબીબી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈશું.
આસારામને જાન્યુઆરી 2023માં ગાંધીનગર સેશન્સ કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. સુરત આશ્રમમાં મહિલા શિષ્યા પર વારંવાર બળાત્કાર કરવાનો આરોપ હતો. સુનાવણી અને પુરાવાઓને આધારે તેને આ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. આસારામે આજીવન કેદના આ નિર્ણય સામે હાઈકોર્ટમાં વચગાળાની મુક્તિ માટે અપીલ કરી હતી. કોર્ટે સજાને સ્થગિત કરવાની હાઈકોર્ટની અપીલને ફગાવી દીધી હતી.
હાઈકોર્ટે સજાને સસ્પેન્ડ કરતી વખતે અને તેને જામીન આપવાનો ઈન્કાર કરતા કહ્યું હતું કે રાહત આપવા માટે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે તેમની અપીલના નિકાલમાં સંભવિત વિલંબ અંગેની તેમની દલીલો, તેમની ઉંમર અને તબીબી સ્થિતિ રાહત આપવા માટે સુસંગત નથી. કોર્ટે તેના સાબરમતી આશ્રમમાં બે છોકરાઓની હત્યા અને સાક્ષીઓ અને પીડિતોના સંબંધીઓ પરના હુમલાને સંડોવતા અગાઉના કેસોને પણ ધ્યાનમાં લીધા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/