અમદાવાદઃ ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ સાથે અનેક જિલ્લાઓમાં માવઠાનો માર પણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી આજની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે.
અમદાવાદમાં આગામી 5 દિવસ 44 ડિગ્રીની આસપાસ અને ગાંધીનગરમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને કામ સિવાય બહાર ન નીકળવાથી અપીલ કરવામાં આવી છે. ગઇકાલે પણ અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન હતુ.
અમદાવાદ સહિત રાજ્યમાં 5 દિવસ માટે મહત્તમ તાપમાન વધતું જ રહેશે. 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં આગામી 5 દિવસ હીટવેવની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાવનગર, દ્વારકા, કચ્છમાં બે દિવસ માટે હીટવેવની અગાહી આપવામાં આવી છે. ત્યારે આ દિવસોમાં તમારે કામ વગર બહાર જવાનું ટાળવું જોઇએ.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગરમીમાં થોડી તકેદારી રાખવી એમાં જ શાણપણ છે, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ!
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) May 17, 2024
હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે એટલે કે તાપમાન ૪૩°C થી ૪૫°C ની વચ્ચે રહેવાની શક્યતા છે.#amc #amcforpeople #BeatTheHeatWithAMC #orangealert #StaySafe #Stayhydrated #ahmedabad pic.twitter.com/NkHQeGPSXn