શ્રીબજરંગ સેનાના નેશનલ પ્રેસિડેન્ટ હિતેશ વિશ્વકર્મા(Hitesh vishwakarma)ની મતદારોને અપીલ: લોકતંત્રના ઉત્સવમાં મત આપવા જવાનું ના ભૂલતા

02:49 PM Apr 30, 2024 | gujaratpost

- લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે જનતાને કરી રહ્યા છે જાગૃત

- લોકસભા ચૂંટણીમાં ચોક્કસ મતદાન કરજો

સુરતઃ વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક આપણા દેશ ભારતમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંગાઇ ચુક્યું છે.દેશમાં 7 તબક્કામાં મતદાન થવાનું છે. ત્યારે લોકતંત્રના આ ઉત્સવમાં વધુમાં વધુ મતદાતાઓ ભાગ લે અને લોકશાહીને મજબૂત કરે તે માટે શ્રી બજરંગ સેના દ્વારા મતદારોને જાગૃત કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે.

શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સમાજસેવક હિતેશ વિશ્વકર્માએ દેશની જનતાને અપીલ કરી છે કે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. તેઓ સોશિયલ મીડિયા થકી પણ મતદારોને જાગૃત કરી રહ્યાં છે.

હિતેશ વિશ્વકર્માએ જણાવ્યું કે આપના દેશમાં 100 કરોડથી વધુ મતદારો છે. પરંતુ ચૂંટણીમાં અંદાજે 40 ટકા નાગરિકો મતદાન કરતા નથી. આ લોકશાહી માટે સારી બાબત નથી. જો આપણે એક સારો દેશ અને સારી વ્યવસ્થા સ્થાપિત કરવી હશે તો લોકશાહીના આ પર્વમાં ભાગીદારી સુનિશ્ચિત કરવી પડશે. મતદાનના દિવસે દેશના ભાવિ માટે સૌએ મતદાન કરવા આગળ આવવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે શ્રી બજરંગ સેનાની સ્થાપના સુરત ખાતે હિન્દુ નેતા અને પ્રખર સમાજસેવક હિતેશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી છે અને આજે સંગઠનમાં દેશભરમાંથી 90 હજારથી વધુ સભ્યો જોડાયેલા છે. ત્યારે તેમની અપીલ પર તમે પણ ચૂંટણીમાં ચોક્કસથી મતદાન કરજો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post