બગોદરામાં હાઇ- પ્રોફાઇલ દારૂની મહેફિલમાં પોલીસની રેડ, કોંગ્રેસના કોર્પોરેટરના પતિ સહિત 12 ઝડપાયા

06:23 PM Sep 19, 2025 | gujaratpost

અમદાવાદઃ દારૂની મહેફિલમાં પોલીસે દરોડા કરીને 12 આરોપીઓને ઝડપી લીધા છે, જેમાં બાવળા પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર કોમલબા ડાભીના પતિ મયુરધ્વજ અજીતસિંહ ડાભી પણ ઝડપાયા છે.

પોલીસને બાતમી મળતાં તેમની ટીમમે એક ફાર્મ હાઉસ પર દરોડા કર્યા હતા અને 12 આરોપીઓને ઝડપી લીધા હતા. આ ફાર્મ હાઉસ પરથી   3 દારૂની બોટલો, 16 મોબાઈલ ફોન અને 6 લક્ઝરી કાર જપ્ત કરાઇ છે. અંદાજે 35 લાખ 87 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દારૂની મહેફિલમાં પકડાયા આરોપીઓનાં નામો 

- મયુરધ્વજ અજીતસિંહ ડાભી  
- હરદીપસિંહ અજીતસિંહ પઢેરિયા 
- કેશરીસિંહ ખુમાનસિંહ પઢેરીયા
- હર્ષદ કનૈયાલાલ ઠક્કર  
- રીકીન હસમુખભાઇ ઠક્કર  
- અશોક સુરેન્દ્રભાઈ ઠક્કર 
- નવીન ઘનશ્યામભાઈ ઠક્કર  
- મહેન્દ્રસિંહ ભીખુભાઈ નકુમ 
- સંજયસિંહ ગંભીરસિંહ પરમાર  
- ગૌરવસિંહ દિલીપસિંહ પરમાર  
- જયદીપસિંહ સુખદેવસિંહ વાઘેલા 
- રાજેન્દ્રસિંહ નટુભા રાઠોડ