અમદાવાદઃ એસીબીએ સ્કૂલના આચાર્ય અને કલાર્કને લાંચ લેતા ઝડપી લીધા છે. કમલેશ માણેકલાલ પટેલ, આચાર્ય, શેઠ શ્રી એલ.વી & કે.વી ભાવસાર વિધા મંદિર સ્કૂલ, દેત્રોજ, જી-અમદાવાદ. વર્ગ-3, રહે-મધુવન બંગલોઝ, એસ.વી સ્કૂલની સામે, કડી, તા-કડી, જી-મહેસાણા અને વિમલ ભાઇલાલભાઇ પટેલ, જુનીયર ક્લાર્ક, શેઠ શ્રી એલ.વી & કે.વી ભાવસાર વિધા મંદિર સ્કૂલને 35 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે.
ફરીયાદી મહિલા શિક્ષિકાએ સરકાર દ્ધારા શિક્ષકોની ભરતી કરવા બહાર પાડેલી ટાટની પરીક્ષા પાસ કરી હતી અને તારીખ 29-7-25 ના રોજ દેત્રોજની આ સ્કૂલમાં તેમની નિમણૂંક થઇ હતી. જેમાં તેઓ હાજર થયા ત્યારે આચાર્ય કમલેશ પટેલે શિક્ષકની સીટમાં ફેરફાર કરાવી EWS (ઇકોનોમિકલ વિકર સેક્શન) કરાવી નેશનલ એજ્યુકેશન પોલીસી હેઠળ તેમને મદદ કરી છે તેવું કહ્યું હતુ અને લાંચની માંગણી કરી હતી.
લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ આપી હતી અને લાંચના છટકામાં ક્લાર્ક આવી ગયો હતો. આચાર્યએ ક્લાર્કને લાંચ આપવા જણાવ્યું હતુ, ત્યારે જ લાંચના નાણાં લેતા ક્લાર્ક ઝડપાઇ ગયો હતો.
ટ્રેપીંગ અધિકારીઃ એન.એન.જાદવ, પોલીસ ઇન્સપેક્ટર, અમદાવાદ ગ્રામ્ય એ.સી. બી પી.સ્ટેશન
સુપરવિઝન અધિકારીઃ કે.બી.ચૂડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી અમદાવાદ એકમ
