+

રૂ.4,00,000 ની લાંચ, એ.સી.બી ટ્રેપમાં RTI એક્ટિવિસ્ટ અને પત્રકાર ઝડપાયો

સાબરકાંઠાઃ ફરિયાદી પાસેથી આરોપી કેતન કાંતિલાલ પટેલ, આપકા સંદેશ સાપ્તાહિક ન્યૂઝ તંત્રી તથા આર.ટી.આઈ.એક્ટીવિસ્ટે પોતે ફરિયાદી વિરુદ્ધ એસીબીમાં અરજી કરી હતી તેનો નિકાલ કરવા માટે રૂપિયા 5,00,000

સાબરકાંઠાઃ ફરિયાદી પાસેથી આરોપી કેતન કાંતિલાલ પટેલ, આપકા સંદેશ સાપ્તાહિક ન્યૂઝ તંત્રી તથા આર.ટી.આઈ.એક્ટીવિસ્ટે પોતે ફરિયાદી વિરુદ્ધ એસીબીમાં અરજી કરી હતી તેનો નિકાલ કરવા માટે રૂપિયા 5,00,000 લાખની માંગણી કરી હતી. જેમાં 4,00,000 લાખ આપવાના નક્કી કર્યાં હતા.

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. લાંચના છટકામાં આરોપી પત્રકાર કેતનકુમાર કાંતિલાલ પટેલ અને મીનાબેન નાણાં સ્વીકારતા ઓરણ-કથપૂર ટોલનાકા, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠામાં ઝડપાઇ ગયા હતા.

ટ્રેપીંગ અધિકારી:

એન. બી. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.સી.બી. સ્ટાફ , ફિલ્ડ-૨, ગુ.રા; અમદાવાદ

સુપર વિઝન અધિકારી:

એન.એન.જાદવ, ઈ.ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-૨ ગુ.રા; અમદાવાદ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter