અમદાવાદઃ એસીબીએ વધુ એક પોલીસકર્મીને લાંચ લેતા ઝડપી લીધા છે. સહદેવસિંહ જેઠીભા પલાણીયા, પોલીસ કોન્સ્ટેબલ, ઉ.વ.35, નોકરી- સર્વેલન્સ સ્કોડ, બાપુનગર પોલીસ સ્ટેશન, વર્ગ-૩ ને રૂપિયા 3 હજારની લાંચની રકમ સાથે ઝડપી લીધા છે.
ફરીયાદીની ઓટો રિક્ષા લૂંટના બનાવમાં વપરાયાની આશંકામાં સહદેવસિંહે પકડી હતી. આ ઓટો રીક્ષા છોડાડવા ફરીયાદી બાપુનગર પોલીસ સ્ટેશન ગયા હતા અને આરોપીને મળતા તેઓએ ફરીયાદી પાસે રીક્ષા છોડવા લાંચની માંગણી કરેલી, પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં આરોપી પોલીસકર્મી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
ટ્રેપિંગ અધિકારી: આર.આઇ.પરમાર, પો.ઇન્સ. અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી: કે.બી. ચુડાસમા, મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ
