+

ટ્રમ્પ વહીવટીતંત્રે નવા H-1B વિઝાને લઇને મોટી ફી નાખી દીધી, વન ટાઇમ ચુકવણી, જૂના વિઝા ધારકોને લાગુ નહીં પડે

વોંશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટે ભારે ફી લાદી દીધી છે. નવી ફી $1,00,000 એટલે કે રૂ.88 લાખ નક્કી કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સ્પષ્ટતા કરી

વોંશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટે ભારે ફી લાદી દીધી છે. નવી ફી $1,00,000 એટલે કે રૂ.88 લાખ નક્કી કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સ્પષ્ટતા કરી કે આ એક વખતની ફી છે, વાર્ષિક ફી નહીં, તે ફક્ત નવી અરજીઓ પર લાગુ થશે. નવા વિઝા લેનારા લાખો ભારતીયોને અસર થશે.

USCIS (યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ) એ પણ સ્પષ્ટ કર્યું છે કે નવો નિયમ ફક્ત નવી ફાઇલ ન કરેલી અરજીઓ પર જ લાગુ પડશે. આ ફી હાલના H-1B વિઝા ધારકો અથવા વિદેશમાં રહેતા લોકો પર લાગુ થશે નહીં. હાલમાં વિદેશમાં H-1B વિઝા ધરાવતા લોકોએ $1,00,000 ફી ચૂકવવાની રહેશે નહીં. આ વિઝા ધારકો સામાન્ય રીતે યુએસમાં પ્રવેશી અને બહાર નીકળી શકે છે. નવો આદેશ ફક્ત નવી અરજીઓ પર લાગુ પડશે. વિઝા રિન્યુઅલ અથવા હાલના ધારકો પર નહીં.

$1,00,000 ફી ફક્ત નવા વિઝા ધારકો માટે 

એક વરિષ્ઠ યુએસ વહીવટી અધિકારીએ જણાવ્યું કે જે લોકો યુએસથી ભારત મુસાફરી કરી રહ્યાં છે અથવા આવી રહ્યા છે તેઓ આ ફી માટે માટે ઉતાવળ કરવાની કે $1,00,000 ફી ચૂકવવાની જરૂર નથી. આ ફક્ત નવા વિઝા ધારકોને જ લાગુ પડે છે.

ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

આ દરમિયાન યુએસમાં ભારતીય દૂતાવાસે કટોકટી સહાય માટે એક હેલ્પલાઇન નંબર +1-202-550-9931 જાહેર કર્યો છે. આ નંબર પર વોટ્સએપનો પણ ઉપયોગ કરી શકાય છે. આ નંબર ફક્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી કોલ માટે છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter