વડાપ્રધાન મોદીના રોડ શો માં ઉમટી હતી ભીડ, બાદમાં સંબોધન કર્યું
ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં રૂ.33,600 કરોડથી વધુનાં ખાતમૂહુર્ત અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ કર્યુ હતું. તેમણે આ કાર્યક્રમમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, ચિપથી શિપ સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃધ્ધિનો દ્વાર ખોલવો છે. ભાવનગર સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવાનું કેન્દ્ર બન્યું છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, 2047 માં વિકસિત ભારતના સંકલ્પમાં આત્મનિર્ભરતા મુખ્ય છે. તેની વિભાવના પર ભાર મુક્તા જણાવ્યું કે, સો દુ:ખોની એક જ દવા છે તે છે આત્મનિર્ભરતા. ભારતનો દરિયાકિનારો સમૃદ્ધિના દ્વાર ખોલનાર બની રહેવાનો છે. ભારત સરકાર સામુદ્રિક વિરાસતના ભારતના પૂરાતન ગૌરવને ફરીથી હાંસલ કરવા માટે મરિન ક્ષેત્રની અનેક નીતિઓમાં પરિવર્તન લાવી રહી છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, ભારતનું કોઇ દુશ્મન નથી. દુશ્મન હોય તો તે બીજા દેશ પરની નિર્ભરતા છે. જેટલી વિદેશી નિર્ભરતા એટલી દેશની વિફળતા. વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારતે આત્મનિર્ભર બનવું જ પડશે. આપણે 140 કરોડ દેશવાસીઓનું ભવિષ્ય બીજા પર છોડી ન શકીએ. બીજા પરની નિર્ભરતા એ ભારતની સ્વમાનતા પર ઘા સમાન છે. ત્યારે આપણે વિશ્વ બંધુત્વની ભાવનાથી આત્મનિર્ભર ભારતના મંત્ર દ્વારા તેને સાકાર કરવો છે.
વડાપ્રધાને જણાવ્યું કે, આ મંત્રને સાકાર કરવા માટે સમગ્ર દેશવાસીઓએ એક ભારત– શ્રેષ્ઠ ભારતના ધ્યેય સાથે કાર્ય કરવું પડશે. ગુજરાતના વેપારીઓ પણ તેમની દુકાન પર “ગર્વથી કહો, આ સ્વદેશી છે” ના સ્ટિકર લગાવી આત્મનિર્ભર ભારતની આહલેખને વધુ મજબૂત બનાવે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પોર્ટ લેઇડ ઉદ્યોગને ગતિ આપવા માટે તેમજ ક્રૂઝ ટુરિઝમને વધારવા માટે મુંબઇ ઇન્ટરનેશનલ ક્રૂઝ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ગુજરાતમાં પણ અનેક પોર્ટ વિકાસના કાર્યો ગતિ-પ્રગતિમાં છે. ગુજરાતમાં પણ અલંગ સાથે અનેક જગ્યાએ શિપ બિલ્ડીંગ અને રિ-સાયક્લિંગના કાર્યો વિકસિત થઇ રહ્યાં છે.
આત્મનિર્ભરતા કેળવવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે. દુનિયા સામે ટટ્ટાર ઉભું રહેવું પડશે. ભારતમાં સામર્થ્યની કોઇ કમી નથી. આઝાદી બાદ કોંગ્રેસે લાઇસન્સ અને ક્વોટા રાજમાં દેશનાં મેરિટાઇમની ઇકોસિસ્ટમને ઠપ્પ કરી નાંખી હતી. ભૂતકાળમાં વિદેશી જહાજોને ભાડે રાખવા એ આપણી મજબૂરી બની ગઇ હતી. માત્ર 5 ટકા જ ધંધો રહી ગયો હતો. દર વર્ષે ભારત 6 લાખ કરોડ વિદેશી શિપિંગ કંપનીઓને ભાડા પેટે ચૂકવતું હતું. આ સ્થિતિને આપણે સ્વદેશી જહાજોનું નિર્માણ કરી બદલી રહ્યાં છીએ. તાજેતરમાં, ભારતે આઇ.એન.એસ. વિક્રાંત સહિત 40 સ્વદેશી જહાજોનું નિર્માણ કર્યુ છે, જેમા હાઇ ક્વોલિટી સ્ટીલ સહિતની સામગ્રી ભારતની બનાવટની વાપરવામાં આવી છે. જે આત્મનિર્ભર ભારતનું સૌથી મોટું ઉદાહરણ છે.
Chip हो या Ship... हमें भारत में ही बनाने होंगे।
— BJP Gujarat (@BJP4Gujarat) September 20, 2025
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹33,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.… pic.twitter.com/DpN0iibSoG