+

પાલતુ શ્વાનના નખ વાગ્યા બાદ પીઆઇને હડકવા થયો હોવાનો દાવો, બાદમાં તેમનું મોત થઇ ગયું

અમદાવાદઃ એક ચોંકાવનારી અને ચેતવણીજનક ઘટના સામે આવી છે, અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરનું શ્વાનને કારણે મોત થઇ ગયું છે. પોલીસ કંટ્રોલ રૂમના એડમિન PI વી.એસ. માંજરીયાનું પાલતુ શ્વાનનો નખ વાગવ

અમદાવાદઃ એક ચોંકાવનારી અને ચેતવણીજનક ઘટના સામે આવી છે, અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરનું શ્વાનને કારણે મોત થઇ ગયું છે.

પોલીસ કંટ્રોલ રૂમના એડમિન PI વી.એસ. માંજરીયાનું પાલતુ શ્વાનનો નખ વાગવાથી મોત થયું છે. તેમને થોડા દિવસો પહેલા જ તેમના ઘરમાં રાખેલા પાલતુ શ્વાનના નખ વાગ્યા હતા અને પછી તેમની તબિયત અચાનક લથડી હતી, હડકવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

તેમનો ઇલાજ કરવામાં આવ્યો હતો પરંતુ તેમને બચાવી શકાયા ન હતા અને તેમનું મોત થઇ ગયું છે, આ કેસની વધુ તપાસ થઇ રહી છે, પીઆઇના મોતથી તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

facebook twitter