+

સાયકો કિલર ઝડપાઇ ગયો.. અડાલજ નજીક કેનાલ પાસે મોડેલ યુવકની હત્યા કરીને થઇ ગયો હતો ફરાર

ગાંધીનગરઃ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, થોડા દિવસ પહેલા બર્થડેની ઉજવણી કરવા યુવતી સાથે ગયેલા મોડેલ યુવકની હત્યા કરીને કોઇ શખ્સ ફરાર થઇ ગયો હતો, આ કેસમાં હવે ક્રાઇમ બ્રાન્ચે સાયલો કિલર વિપુલ ઉર્ફ

ગાંધીનગરઃ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, થોડા દિવસ પહેલા બર્થડેની ઉજવણી કરવા યુવતી સાથે ગયેલા મોડેલ યુવકની હત્યા કરીને કોઇ શખ્સ ફરાર થઇ ગયો હતો, આ કેસમાં હવે ક્રાઇમ બ્રાન્ચે સાયલો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારને ઝડપી લીધો છે.

ક્રાઇમ બ્રાન્ચે થોડા જ દિવસોમાં આ હત્યારાને રાજકોટમાંથી ઝડપી લીધો છે, તેની સામે અગાઉ પણ પોલીસમાં ગુના નોંધાયેલા છે, આ શખ્સ કપલને નિશાન બનાવતો હતો

શું બની હતી સમગ્ર ઘટના ? 

અડાલજ પાસે અમીયાપુર નજીક આવેલી કેનાલ પર લૂંટ અને હત્યાનો બનાવ બન્યો હતો. રાત્રે પોતાના જન્મદિવસ પર વૈભવ નામનો યુવક  તેની સ્ત્રી મિત્ર સાથે અહીં ઉજવણી કરવા ગયો હતો, ત્યારે બાઇક પર આવેલા શખ્સે તેમના પર હુમલો કર્યો હતો, જેમાં વૈભવનું મોત થયું હતુ અને યુવતી ઘાયલ થઇ હતી. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ કેસમાં હવે પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

facebook twitter