(Photo: AFP)
તેલઅવીવ : ઇરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપથી આ શક્ય બન્યું હતું. જે બાદ ઇરાને તેનું એર સ્પેસ ખોલ્યું છે. તેમજ ઈઝરાેયલે તમામ પ્રકારના પ્રતિબંધો દૂર કરી દીધા છે. યુદ્ધવિરામ અમલમાં આવ્યાં પછી બંને દેશોના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 12 દિવસ સુધી ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ થયો હતો. બંને દેશોએ મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટ દ્વારા એકબીજા પર હુમલા કર્યાં હતા. અમેરિકાએ ઈઝરાયેલનો સાથ આપ્યો અને ઈરાનના મુખ્ય પરમાણુ મથકોનો નાશ કર્યો હતો.
ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, જો કોઈ ઈરાનમાં પરમાણુ કાર્યક્રમને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરશે, તો અમે તેને ફરીથી નષ્ટ કરીશું. આ અમારો દૃઢ નિર્ધાર છે.
જ્યારે ઈરાનમાં 12 દિવસના યુદ્ધ પછી યુદ્ધવિરામથી લોકો રાહત અનુભવી રહ્યાં છે, બીજી તરફ સરકાર તરફી ઉગ્રવાદી સંગઠનોએ તેહરાનમાં રેલી યોજી હતી. રેલીમાં લોકોએ ઇઝરાયેલ અને અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
યુએસ હાઉસના પ્રતિનિધિ બડી કાર્ટરે નોબલ પીસ પ્રાઇઝ કમિટીને પત્ર લખીને મિડલ ઈસ્ટ સંઘર્ષ ઉકેલવામાં ટ્રમ્પની ભૂમિકાનો ઉલ્લેખ કરી નોબલ પ્રાઈઝ માટે નોમિનેટ કર્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે, કાર્ટરે કહ્યું, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષને સમાપ્ત કરવામાં મદદ કરી હતી. અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્ર્મ્પને શાંતિ પુરસ્કાર આપવાની માંગ પ્રથમ વખત કરવામાં નથી, આ વર્ષની શરૂઆતમાં યુએસ સાંસદ ડેરેલ ઈસ્સાએ પણ ટ્રમ્પને 2024ની ચૂંટણીમાં જીત માટે વૈશ્વિક પ્રભાવનો ઉલ્લેખ કરીને નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++