વડોદરાઃ પ્લાન્ટમાં વાહનમાંથી ડામર ખાલી કરવા માટે ગરમ કરવામાં આવી રહેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા હતા. ભાદરવા પોલીસના જણાવ્યાં અનુસાર આ ઘટના વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામમાં બની હતી.
ડામર જામ્યા બાદ તેને ગરમ કરીને બહાર કાઢતી વખતે આ દુર્ઘટના બની હતી. ગરમી આપતી વખતે ટેન્કરનું ઢાંકણું ન ખોલાતા ગેસનું દબાણ વધ્યું હતું. તે દરમિયાન તે વિસ્ફોટ થયો, જેમાં નજીકમાં ઉભેલા ત્રણ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં વાહનનો ડ્રાઇવર અને ક્લીનર તેમજ એક મજૂરનો સમાવેશ થાય છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
મૃતકોની ઓળખ ઉત્તર પ્રદેશના આઝમગઢના રહેવાસી અરમાન ઝિયાઉલ્લાહ (ઉ.વ-26), રાજસ્થાનના અલવરના રહેવાસી અશોક ગુર્જર (ઉ.વ-21) અને વડોદરાના રહેવાસી શાકિબ અખ્તર ખાન (ઉ.વ-33) તરીકે થઈ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/